ભારતીય સૈન્યને મળશે 145 એમ 777 અને 100 કે 9 વાજ઼રા તોપો
         Date: 19-Nov-2018

ભારતીય સૈન્યને મળશે 145 એમ 777 અને 100 કે 9 વાજ઼રા તોપો


(ICRR Media Monitoring Desk)

 

ચાલો જાણીએ આ નવી તોપો વિષે

ખાસ કરીને 1980 ના દાયકાના અંતમાં સ્વીડિશ બોફોર્શ તોપની આયાત કરવામાં આવી. ત્યાર બાદ પ્રથમવાર ભારે આર્ટિલરી શસ્ત્રનો સમાવેશ કરવાનું પગલું લેવામાં આવ્યું છે.

ભારતીય સૈન્ય અને સૈન્ય વિશેષજ્ઞો છેલ્લા અનેક વર્ષોથી આ પ્રકારની સુવિધા સભર શસ્ત્રોની શોધમાં હતા. આ લાંબી સોધનો અંત ગત 9 નવેમ્બરના રોજ આવી ગયો. આ દિવસે રક્ષા મંત્રી નિર્મલા સીતારામન અને સૈન્ય પ્રમુખ બિપિન રાવતની ઉપસ્થિતિમાં આ શસ્ત્રો આપવામાં આવ્યા હતા. આ તોપ પ્રકારની બંદૂક સિસ્ટમમાં એમ 777 અમેરિકન અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર, કે 9 વાજ઼રા નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય રક્ષા મંત્રાલયના પ્રવક્તા કર્નલ અમન આનંદ અનુસાર, આવનારા 2 વર્ષમાં સૈન્યને ક્રમશઃ 4,366 કરોડ રૂપિયા અને 5,000 કરોડ રૂપિયાની કુલ કિંમતે જુદી જુદી સુવિધાવાળા શસ્ત્રો મળશે.

ભારતીય સૈન્યને મળનારા વિવિધ શસ્ત્રોની વિશેષ માહિતી નીચે મુજબ છે.

એમ-777:-
તે 155 મિમિ, 39 કેલિબર ટૉવર્સ આર્ટિલરી બંદૂક છે. જેનું નિર્માણ અમેરિકા સ્થિત બીએઇ સિસ્ટમ્સ ગ્લોબલ કોમ્બેટ ડિવિઝન દ્વારા કરવામાં આવ્યું છે. આ ટાઇટેનિયમ અને એલ્યુમિનિયમ મિશ્રા ધાતુ દ્વારા નિર્માણ થયેલ છે.

એમ 777 ભૂપ્રદેશ અને નડતરને ધ્યાનમાં લીધા વગર લાંબા અંતર સુધી હુમલો કરી શકે છે. આ શસ્ત્રનો સમાવેશ અરુણાચલ પ્રદેશ, લદ્દાખ-ચીનની સરહદ જેવા ઊંચ્ચાઈવાળા વિસ્તારોમાં કરવાના કારણે તે વધુ સારું પરિણામ આપે છે.

કે 9 વાજ઼રા-ટી:-
તે દક્ષિણ કોરિયન કે 9 થાણદાર પ્રકારનું શસ્ત્ર છે. જેની મહત્તમ હુમલાનું અંતર 28-38 કિમિ છે. તે 30 સેકન્ડમાં 3 રાઉન્ડ ફાયરિંગ, 3 મિનિટમાં 15 રાઉન્ડ અને 60 મિનિટમાં 60 રાઉન્ડ ફાયરિંગની ક્ષમતા ધરાવે છે. આગામી સમયમાં આ પ્રકારનું શસ્ત્ર ભારતમાં જ નિર્માણ થયેલું હશે.

ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા ઉત્પાદિત સૌ પ્રથમ આર્ટિલરી બંદૂક કે 9 વાજરની પ્રથમ ઉત્પાદન જુલાઈ 2019 સુધીમાં પૂર્ણ થશે. જેમાં 50 ટકાથી વધુ સ્વદેશ સામાનનો ઉપયોગ થનાર છે. આ એક ઉચ્ચ મોબાઈલ શસ્ત્ર છે. જે કલાક દીઠ 60 કિલોમીટરની ગતિએ આગળ વધી શકે છે. તે 155/52 કેલિબર ટ્રેક કરેલા સ્વસંચાલિત હોવીઝર બંદૂક છે. 21 મી સદીમાં યુદ્ધની સ્થિતમાં આ પ્રકારના શસ્ત્રને આદર્શ ગણવામાં આવે છે. આ શસ્ત્રનો ઉપયોગ રણ વિસ્તારમાં પણ કરી શકાય છે.